આપણે જોઇએ છીએ કે હાલ ઇન્ટરનેટ પર શિક્ષણના અપડેટ્સ આપતા અસંખ્ય બ્લોગ બની ચુક્યા છે. ગુજરાતના લગભગ તમામ જિલ્લાના શિક્ષકો / સી.આર.સી. દ્વારા એક એક બ્લોગ બનાવવામાં આવ્યો છે પરંતુ અફસોસ, આ બધા જ બ્લોગ પર અગત્યની પોસ્ટને ટૂંકમાં અને મુદ્દાસર મુકવાને બદલે રોજની લગભગ 25- 30 પોસ્ટ્સ મુકવામાં આવે છે!!! જેમાં અમુક વાર ફક્ત એક વાક્ય લખવા માટે જ પોસ્ટ બનાવવામાં આવતી હોય છે.
આ સમસ્યાના નિરાકરણ રૂપે, RIJADEJA.com દ્વારા આ શિક્ષણનો બ્લોગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્લોગમાં ગુજરાતના શિક્ષણને લગતી 'ફક્ત અગત્યની' માહિતી એકદમ ટૂંકમાં અને મુદ્દાસર મુકવામાં આવશે, જેથી ગુજરાતના શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો પોતાના કોમ્પ્યુટર, ટેબ્લેટ્સ અથવા સ્માર્ટ ફોન વડે તે તમામ અપડેટ્સ સરળતાથી મેળવી શકે. અમારો એવો પ્રયાસ રહેશે કે શિક્ષક મિત્રોને આ બ્લોગ સિવાય અન્ય બ્લોગ જોવાની જરૂર નહી રહે.
આશા છે આ બ્લોગ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખૂબજ ઉપયોગી થશે. આ બ્લોગ વિશે આપનો પ્રતિભાવ આ લિંક પર જરૂરથી આપશો.